વાદ 'ને વિવાદની વીંધી કળી,
લો પરોવી ફૂલની સીધી લળી.
વાત જો સમ સાધતી આગળ વધી
આપસી સંબંધની વીંટી મળી.
હોય મળતાં ખાંચ ખડબાઓ છતાં
સાંપડે રેલાને કો' લીસી ઘડી.
લાગતા જોખમ બધા વિખરાય 'ને
સાહસો આગળ બધી ભીતી દળી
સાવ લીસી 'ને લપટણી ભીંત પર
લો મને પણ આગવી ખીંટી જડી.
--મનોજ શુક્લ.
(૨૬-૧-૨૦૨૧)