ગંગાસતી ની વાણી...૩૦
🌸🌸🌸🌸🌸🌸🌸
પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે રે,ત્યારે સાધના સર્વે શમી જાય
કરવું એને કાંઈ નવ પડે રે,એને સહેજે સમાધિ થાય
ભાઈ રે !
કર્તાપણું સર્વે મટી ગયું રે,ત્યારે જગત જૂઠું જાણ્યું કહેવાય
અંત:કરણમાં ભક્તિ આવે નિર્મળ રે,ત્યારે દેખી દ્રઢતા બંધાય રે
પાકો....
ભાઈ રે !
આવા પ્રપંચ એને નડે નહિ રે,જેને મટી ગયો પૂર્ણ વિકાર રે
અંતરમાંથી જેણે મર્યાદા ત્યાગી રે,અટકે નહિ જગત વહેવાર
પાકો...
ભાઈ રે !
શુદ્ધ વચનમાં સુરતા બંધાણી ને,મટી ગયો વાદ વિવાદ રે
ગંગાસતી એમ બોલિયારે,એને આવે સુખ સ્વાદ રે
પાકો..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻