વીરેન્દ્ર વેગડ ની વાણી
✍🏻✍🏻✍🏻✍🏻✍🏻✍🏻
ત્રણ ગુણ તાપથી ઉગારે
કામ ક્રોધ મોહથી મન વાળે સખી રે, સખી મારા ગુરુએ રચાવ્યો ધર્મનો માંડવો રે, ટેક,
સાખી,એ જી મન કેરા માંડવે અને વાગે ધર્મનાં ઢોલ અંતર ઉઘાડી આત્મા રે હવે હરિ હરિ તું બોલ,
સખી મારી રે,
સાખી,એ જી સગાં સ્નેહી તો સાધુ સંત છે જી જી રે
જેનાં અંગ ભભૂત સોહાય અરે ભાગ્ય ખીલ્યાં મુજ રંગનાં એવા મારે આનંદ લીલા વરતાય રે,સખી મારી રે,
સાખી,એ જી શબ્દ સરીખું ધન નહીં એના મુળ ન જાણે કોઈ રે મોંઘા મુલ જેણે જાણીયા રે જી
એને આનંદ મંગલ હોય રે જ્ઞાન રૂપી સાસુજી વેલા આવે જ્ઞાન રૂપી માંડવ શોભાવે રે જી,સખી મારી રે,
સાખી,એ જી ચતુર જીવ ચોરી ચિતરાવે રે જી
અને રંગ ચડ્યો નવ જાય એવો શુન્ય મંડળથી આવે મારો સાયબો એનો ફેરો સફળ થાય રે કુમકુમ ચોખલીયા ચોડાવે વિવેક થી વર ને વધાવે રે જી,સખી મારી રે,
સાખી,એ જી પ્રેમ રૂપી પરણેતરની આ વિધિ પુરી થઈ અરે ગુરુ બલીહારી આપની રે જી,
આજ ગુણલા તમારા વીરેન્દ્ર વેગડ ગાય રે જી,સખી મારી રે,
☝🏽☝🏽💧💧☝🏽☝🏽
સંત ચરણોમાં વંદન
🙏🙏👣👣🙏🙏