જશે આ રાત ને? આકાશ તરફ મીટ માંડી ઊભવા લાગી
પડશે વહેલી સવાર ને સૂરજ ના કિરણો જોવા લાગી,
મનમાં હતુ અંધારુ બસ પ્રકાશ મુજ અંતર માં શોધવા લાગી
ના થયા કોઇ અજવાળા, અંતે મિણબતી ના આછા ઊજાશ ને પામી નએ ખૂશ રહેવા લાગી,
શું લખું ગઝલ કે શાયરી પણ શું લખું હું લખવા બેઠી પણ શાહી ઢોળાવા લાગી,
ન કરી કોઈ ભૂલ એ જાણવા છતાં મનમાં એક ભાર લઇ ને જીવવા લાગી,
સ્વાસ અને અંતિમ સ્વાસ વચ્ચે જીવાતુ જીવન જીવવા લાગી,
આઝાદ થતા મન પંખી ને પાન્જરા માં જાતે પુરવા લાગી
ના થઈ હું કોઈની પણ મારા જે થયા એના થી પણ દૂર રહેવા લાગી,