“એ ય… સાંભળને,
ના. રહેવા દે. એવું કશું જ ખાસ નથી. આમ તો નાની જ વાત છે. નાની એટલે બહુ નાની. તારી આંખની કીકીની વચ્ચે રહેલા કાળા બિંદુ જેટલી નાની, જેનાથી આખુંય જગત દૃશ્યમાન થાય છે. અને આટલા વિશાળ જગતમાં એટલા આંખની કીકી જેટલા બિંદુની શું વિસાત… છતાં… એ છે તો આપણે દૃશ્યો જોઈ શકીએ છીએ. એ બિંદુ જેટલી આ વાત… તું જીવનમાં છે તો શ્વાસની આવનજાવનને હું જીવન કહી શકું છું. એટલે જ ને…વાત આમ બહુ નાની છે પણ…”
અક્ષર નાદમાંથી સાભાર 🙏