લાગણી એની ખરી લાગે છે,
એ ધરા પરની પરી લાગે છે!
ભાવના સૌની મરી લાગે છે!
વાત સાચી આકરી લાગે છે!
ચોતરફ પડઘા પડે છે એનાં,
એ ગઝલ લયથી ભરી લાગે છે!
રીત સારી એકપણ માને નૈ,
જાત તેથી કરગરી લાગે છે!
વેદનાને એ બહું વ્હાલા છે,
આંસુ સાથે એ વરી લાગે છે!
-ANAND SAMANI