ગંગાસતી ની વાણી...૧૭
🍁🍁🍁🍁🍁🍁🍁
મનને સ્થિર કરી આવો રે મેદાનમાં મિટાવું સર્વે ક્લેશ રે
હરીનો દેશ તમને એવો દેખાડું ને
જ્યાં નહિ વર્ણ ને વેશ રે
મનને...
સૂક્ષ્મ સૂવું ને સૂક્ષ્મ ચાલવું ને સૂક્ષ્મ કરવો વે'વાર રે
શરીરની સ્થિરતામાં ચિત્ત જેનું કાયમ ને
વૃત્તિ ન ડોલે લગાર રે
મનને..
કુબુદ્ધિવાળાનો સંગ તજવો ને રહેવું એકાંતે અસંગ રે
કૂંચી બતાવું તેનો અભ્યાસ કરવો ને
ચડાવવો નિત્ય નવો રંગ રે
મનને...
ચિત્ત વિષ્યમાંથી ખેંચવું ને રે'વુ સદાય ઇન્દ્રિયજીત રે
ગંગા રે સતિ એમ બોલિયાં ને
તેથી થાય નઈ વિપરીત ચિત્ત રે
મનને...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻