ક્યારેક અમથી અમથી ઉદાસી, ક્યારેક વારી વારી
ક્યારેક થાય કે જા, નહીં બોલું, ક્યારેક શબ્દ-લલકારી !
ક્યારેક લાગે તુૃં અજાણ્યો, ક્યારેક હૈયાનો હાર
ક્યારેક તારું વદન ચૂમવા , થઈ જઉં છું મતવારી !
ક્યારેક લાગે તુૃં નિર્મોહી, ક્યારેક કામનો દેવ
ક્યારેક ઝરતું ઝાકળ કહીને પી લે મને અવતારી !
ક્યારેક તારો એ જ અનુભવ, ક્યારેક યાદ હંમેશાં
ક્યારેક મારા દિલના રસ્તે પ્રવાસ કર અલગારી !
ક્યારેક તું પણ થા દીવાનો, ક્યારેક થઈ જા ક્રૂર
ક્યારેક મુજમાં રંગો ભરવા થઈ જા ને રંગારી !
--નિર્મોહી