ગંગાસતી ની વાણી...૨૨
🌿🌿🌿🌿🌿🌿🌿
ચક્ષુ બદલાણી ને સુવાત વરસી ને
ફળી ગઈ પુરવની એને પ્રીત રે
ટળી ગઈ અંતરની આપદા ને
પાળી સાંગોપાંગ રુડી રીત રે
ચક્ષુ......
ભાઈ રે !
નાભિકમળ માંથી પવન ઉલટાવ્યો ને
ગયો પશ્ચિમ દિશામાય રે
સુરતા ચડી ગઈ સુનમાં ને
ચિત્ત માંહી પુરુષ ભાળ્યા ત્યાય રે
ચક્ષુ...
ભાઈ રે !
અવિગત અલખ અખન્ડ અનાશ રે
અવ્યકતા પુરુષ અવિનાશ રે
ભાળી ને સુરતા એમાં લય થઈ ગઈ ને
હવે મટી ગયો જન્મનો ભાસ રે
ચક્ષુ....
ભાઈ રે....
ઉપદેશ મળ્યો ને
કરાવ્યો પરિપૂર્ણ અભ્યાસ રે
ગંગા સતિ એમ બોલિયા ને
આવ્યો પરિપૂર્ણ વિશ્વાસ રે
ચક્ષુ..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻