દર્દની તોપોથી ,અનુભૂતિ તડતડી છે,
ક્યાંક વાતો વાદળી ,જો ગડગડી છે.
છાવરે છે શબ્દ,લપસણિયા પછી જો,
જીભ કોઈ સાથે ,જો ત્યાં ચડભડી છે.
ગભરૂ છે મન , મોહ છે સંસાર માંહી,
પીંજરું માયિક છે, ત્યાં જાત ફફડી છે.
ઝખ્મ તાજા છો રહ્યા,ક્યાં છે ફિકર એ,
મરહમી વાતો જરૂરી , ત્યાં જો કડી છે.
સહજ છે વિતરાગ, માંહે જો સમાહિત,
મન માં આનંદે ત્યાં, જાદૂઈ જો છડી છે.
-મોહનભાઈ આનંદ