ફોટાં
તમારી સાથે અમારા ફોટાં હતાં
ખબર ન પડી કે તમે ખોટા હતાં
દૂરથી શી ખબર પડે અમને તમારી
નજીકથી જોયા તો ગલગોટા હતાં
હાજરમાં નહીં તમે ગયાં ત્યારે
ખબર પડી કેતમે સૌથી મોટા હતાં
મોટે મોટા ગટરમાં જઈને મર્યા
જાણ્યું કે સંસ્કારનાં તોટાં હતાં
આવે ન કંઈ પણ સાથે'બેહદ'
ભલે ઢગલો કફનનાં જોટાં હતાં
'બેહદ'