હૉકા બીડી પીવાય છે ક્યાં
લીલા ખેતરો સુકાય છે જયાં
વગડો પણ વાત કરે છે રોજ
ખેડુતો નું દુઃખ રુધાય છે ત્યાં
પંખીનો હવે કલશોર જુદો છે
ઝાડવાં રોજ મુઝાય છે ત્યાં
આકાશ ધરતી જુદાજ રુપ માં
આ વેદના સહન કરાય છે ક્યાં
દરિયાકિનારે પણ છે લોક તરસ્યા
લો વેદનાના સુર છુપાય છે ક્યાં
16 જાન્યુઆરી2021
વિજય પ્રીત -