Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ ફરીથી કોઈ આ દિલ થી રજા લઇ ગયું;
કર્યો તો પ્રેમ જેને શિદ્તથી એજ સજા દઇ ગયું;

એક ઝલક જોતાં જેને થનગની ઊઠતું હતું મન,
એજ જાતાં જાતાં મારા તનની ઊર્જા લઇ ગયું;

કુરબાન હતો ક્યારેક જેની એક મુસ્કાન પર હું,
એજ હસતાં હસતાં આ દિલને ઈજા દઇ ગયું;

હોય છે દરેકની ફિતરત જૂદી જૂદી અહીં "વિએમ"
કોઇ દર્દ લઇને તો કોઇ દર્દ દઇને મજા લઇ ગયું;

કહે છે જો ખુટે બાજરી તો મોતની થાય હાજરી,
પણ અહીં તો પ્રેમ કરી મરવાની વજહ દઇ ગયું;

... ✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111645082
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now