એક પળમાં એક પ્રશ્ન એ કરી ગાયબ રહે
વાટ હું જોતી રહું કંઈ અબ કહે, રાહત રહે...!
શબ્દ મુખમાં એટલો હળવો થઈ નાચી ઉઠે,
ક્યાંક રમણે ના ચડું હું, એટલો સાવધ રહે...!
બે ઘડીમાં બે સદીના સ્નેહની છે વાંછના,
વાત આવી જ્યાં કરું ત્યાં મૌનની હાલત રહે...!
રાતમાં જાગે નહીં, ના જાગવા દેતો મને,
તોય જાણે જાગશે એવી મને આરત રહે...!
મોહમાં છે, પ્રેમમાં છે, પાન ખરતું મેહમાં છે;
એ રહે નિર્મોહ ને એની મને આદત રહે...