કોણ જુવે
હૃદય ને મારા
આવી વિચારો ની આંધી
પછડાટ કમાડ ની
કોણે સાંભળી
ઉર માં અંદર એક
ખૂણામાં
છે
એકાંત મારું
ભડકે બળતું એ
ક્યારે ઠરશે..
આવશે કોઈ
હૃદય માં મારા
અને શું
વરસી પડશે એ આગ પર..?
કે પછી
પછડાટ ચાલુ રહેશે
કદાચ
બળી જશે એ ઉર ની
એકાકી આગ "બકુલ"
મારી ચિતા સાથે....