લજામણી જેવી હોવા,
છતાય સ્પર્શી છે તને .
છે મીણ ની બનેલ તુ છતા ,
દિલમાં આગ જલાવી છે .
સુદર મુખડાના કરવા દર્શન,
ચાંદમાં ખોળી છે તને .
પ્રેમના રસ્તે હમસફર બનવા ,
ખુદા પાસે માંગી છે તને .
સદાય તારા અહેસાસ માટે
દિલ પાસે"સાગરે"રાખી છે તને .
- ચેતન પટેલ (સાગર)