કાયા કંચન નગર સોહામણું
માહી મન સુબો સરદાર.અવસર આવો નહી મળે ....
જેની સુરતા પુત્રી મહા પ્રવિણ છે
તેના વિવાનો કરવો વિચાર..અવસર...
મને કહ્યું વિચાર નેં વર્ણવી
સારા ઘર વર સોધી કાઢ..અવસર
ઉંચા કુળ નો અંમર વર શોધજો
હું તો માનું તારો રે પાડ...અવસર
સારા સગપણ થી સુખ ઉપજે
લેવો મનુષ્ય જનમ નો રે લ્હાવ ...અવસર
કહ્યું માનો તો કોટી કલ્યાણ છે
વિચાર તા વહી જાશે દાવ...અવસર
વાત વિવાની સોંપી વિચાર નેં
મન બેઠું ઠરીને ઠામ...અવસર
દયાળ દાસ નેં આશ રે એટલી
મારે વરવું વિશ્વંભર નામ... અવસર
જય ગુરુ મહારાજ પ્રભુ 🤲🤲🤲🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🌹🌹🌹