કોણ જાણે કેમ... પણ
આજે મને જીવવાનું મન થઈ ગયું.
બાંધી રાખેલા મન ને ..
ઊંચે ઉડવાનું મન થઈ ગયું.
કંઈ નહિ કરવા માં જ...
વ્યસ્ત થવાનું મન થઈ ગયું.
ઉંમર ના પડાવ પર આજે...
બાળક બનવાનું મન થઇ ગયું.
આમન્યા ના આડંબર મૂકી....
ગમતું કરવાનું મન થઇ ગયું.
જાતે જ બંધાઈ ગયેલા મન ને...
મુકત કરવાનું મન થઇ ગયું.
સારું ખોટું ની માથાકૂટ છોડી...
ખુશ થઈ જવાય એવું કરવાનું મન થઈ ગયું...
બધાંને સાચવી ને પણ...હવે..
ખૂદ ને પણ પ્રેમ કરવાનું મન થઇ ગયું...
- અજ્ઞાત