હરિ તારા સાન્નિધ્યે મને જીવવા જેવું લાગે.
હરિ તારા સામીપ્યે મને જીવવા જેવું લાગે.
હરઘડી હરપળને હરકદમ પર નજર તારી,
સંસાર સાગર મધ્યે મને જીવવા જેવું લાગે.
તૂટી ગયું એકાંત મારું હરિ તારી હાજરીથી,
તુજને શ્વાસે સ્મર્યે મને જીવવા જેવું લાગે.
નથી રહ્યો ડર, ભય કે બીક કોઈની કદીએ,
તુજને સર્વસ્વ ધર્યે મને જીવવા જેવું લાગે.
સ્વર્ગ કે સાકેતથી અધિક છે મને અવનીને,
પાનખરમાંય ખર્યે મને જીવવા જેવું લાગે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.