મન જોઈને મહેમાન થવાય,
મકાન જોઈને તો ક્યારેય નહી!
તદ્દન હળવું ફૂલ છે આ જીવન,
વજન તો માત્ર ઈચ્છાઓનું જ છે.
સૂર્યનું ડૂબવું અણી પર છે,
ચંદ્રએ રાખી રજા એ ટણી પર છે,
ચાલ ફાનસ સજાવ ઘરની ભીતર,
કેમ ઝળહળવું એ આપણી પર છે.
દર્દ છુપાવવાની શબ્દોની મહેનત તો જુઓ?
કાગળે કાગળે ભીનાશનો સ્પર્શ અનુભવાય છે.
હૈયાને હૈયાની હૂંફ મળે એજ સાચું તાપણું,
બાકી કોણ કેટલું આપણું એનું છે ક્યાં કોઈ માપણું.
પથ્થર પર કોતરીને લાગણી બતાવી શકાય સાહેબ,
પણ લાગણીને કોતરો તો માણસ પથ્થર બની જાય.