મુજ થકી તુજ મુખ પર હાસ્ય મલે
મને પૂજા કર્યાનું પુણ્ય મલે
વિખૂટા પડવાનું દુઃખ ભલે રહ્યું વર્ષોવર્ષનું
મળવાથી તારા જન્મોજનમનું સુખ મલે
તને કૃષ્ણપદ મલે તો સુદામા બનવા તૈયાર છું
શરત મારી છે કે મિત્રતા સાચી મલે
ભૂલો કરીને જીવનમાં શીખ્યો છું ઘણું
જિંદગી પાસે મારી ના કોઈ ફરિયાદ મલે
પરિસ્થિતિ જોઈને હું સંબંધ નથી બાંધતો
સાહિલના હૃદયમાં હંમેશા નિખાલસતા મલે
શાર્દુલ બારોટ " સાહિલ