એમ ક્યાં થાક હોય છે,
લાગણીની થોડી કચાસ હોય છે..!
ભીના ભીના સંબંધો નો થોડો ક્ષાર હોય છે,
પ્રેમભર્યો મીઠા હેત નો થોડો ભાર હોય છે..!
કશું ખોયા નો થોડો થોડો ભાવ હોય છે,
એક મેક ના વચ્ચે અધુરો
સવાંદ હોય છે..!
બને કે આજે હું છું, ત્યાં કાલે કોઈ નો ચેહરો હોય,
બદલાતા રંગ વચ્ચે કોઈ નો "સ્વયમભુ" ખુણો ખાલી હોય..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"