કેશવ બાપુ રચીત પદ...
.......................................
બડા ભાગ્ય છે નરના.
જેને શ્વાસની સમરણ જડી.
શ્વાસની સમરણ જડી.
એ તો સમરે છે તેને ઘડી ઘડી.ટેક...
એકવિસ હજાર છસોને સમરે.
સોહમ સુરતીમાં જાય ભળી.ટેક...
ઓહમ ઉઠાવી સોહમમાં મેળવો.
તો અમર લોકમાં વાગે ઝડી.ટેક...
ખટ ચક્ર ઉપર સુરા ચડશે.
બંકનાળની જેને ગમ પડી.
એ ગમમાં ગુરુ ગોવિંદ મળશે.
ત્રિવેણી ઉપર જાય ચડી.ટેક...
ઈંગલા પીંગલા એક ઘર લાવો.
સુક્ષમણા માં જાય મળી.
ગંગા જમનામાં અખંડ નાહીલ્યો.
સરસ્વતી ત્યાં ઉલટે ફરી.ટેક...
ગગન ગુંજારા વાગે નગારા.
અખંડ આરતી ત્યાંરે ઠરી.
કેશવ જઈ મૂળ વચનમાં ભળ્યા.
આવા ગમનના ફેરા ટળીયા.ટેક...
..........................................