" બહુ પલળ્યા લાગો છો "
કોરા આકાશ છત્રી લઈને નીકળ્યા છો,
લાગે છે જીવનમાં બહુ પલળ્યા લાગો છો.
વિશ્વાસને કાચબા નું કવચ નીકળ્યા છો,
લાગી છે વિશ્વાસઘાત થી ઘાયલ થયા છો.
ખિસ્સામાં આમ ખિસ્સું લઈ નીકળ્યા છો ,
લાગે છે જીવનમાં ખાસ્સું ખોઈ ચૂક્યા છો.
કેમ આટલું ચકાસો છું બધાને ,
ચોક્કસ બહુ છેતરાયા લાવો છો.
સાચા ને સાચું કહેતા કેમ આટલું ડરો છો,
લાગે છે ખોટપની માયા જાળમાં ફસાયા લાગો છો.
કેમ એવું તે શું થયું સફરમાં, લીધો વિસામો ચાલ્યા વિના,
લાગે છે "મિત્ર" વગર સફરે બહું થાક્યાં લાગો છો.
કોરા આકાશમાં છત્રી લઈને નીકળ્યા છો,
લાગે છે જીવનમાં બહુ પલળ્યા લાગો છો
✍️મનિષ કુમાર "મિત્ર" 🙏