હું નથી જાણતો કે હું શું શોધું છું !
બસ , તારા નયનમાં છુપાયેલા તારા " હા " નામના પલકારને શોધું છું,
હું નથી જાણતો કે હું શું શોધું છું !
બસ , તારા હૃદયમાં પડેલી ખાલી જગ્યા મારા માટે છે કે નહી બસ એ શોધું છું.
હું નથી જાણતો કે હું શું શોધું છું !
બસ , તારી વાતોમાં મારી વાતો છુપાયેલી છે કે નહી બસ એ શોધું છું.
હું નથી જાણતો કે હું શું શોધું છું !
બસ , તારા પ્રેમમાં મારો પ્રેમ છુપાયેલો છે કે નહીં બસ એ શોધું છું.
હું નથી જાણતો કે હું શું શોધું છું !
બસ , તારો સાથ મારો સાથ નિભાવે બસ એ શોધું છું,
તું તારો હાથ મારા હાથમાં ક્યારે આપે એ સમય શોધું છું ,
ને , તારા નામની પાછળ મારુ નામ ક્યારે લાગે બસ એવી એક તક શોધું છું..
મારા વ્હાલા વાંચકમિત્રો.
કાવ્ય લેખન મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં તમારા સમક્ષ હું દરરોજ અલગ અલગ કવિતા મુકીશ તો આપને વિનંતી છે કે આપ મારી દરેક કવિતા વાંચો અને કમેન્ટ કરો અને બને એટલી શેર કરો..
તમારો રીવ્યુ મારા માટે મૂલ્યવાન છે.
Keep Support
For New Updates....
Instagram id - dhaval_limbani_official
-Dhaval Limbani