(ગુલઝાર સાહેબના એક શેર પર થી)
જો તમે આવતાં હો કરવા માટે એક મૂલાકાત;
તો ચાંદને કહી દઉં કે રોકાઇ જાય એક રાત;
મારા દિલની ઉર્મિઓનો મારે કરવો છે વરસાદ;
દિલ ખોલીને જતાવા છે આ દિલના જજબાત;
ખીલ્યો છે જોને ચાંદ પણ આજ બની ચંદ્રકાંત;
આજ પુનમની રાતે કરવી છે મારા મનની વાત;
બતાવી છે મારે તને તારા પ્રત્યે કેટલી છે ચાહત;
ત્યારે જ મળશે "વિએમ" દિલને થોડીક રાહત;
હે પરવરદિગાર દે જે જીવવાની થોડી ઇજાઝત;
સનમના સજદામાં મનભરીને કરી લઉં ઇબાદત;
... ✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)