ખુશહાલ મારું ગરવું ગુજરાત છે,
તીર્થધામથી વિખ્યાત મારું ગુજરાત છે.
મીઠડી માતૃભાષા પર નાઝ છે,
વિશ્વ આખામાં ભળાતું ગુજરાત છે.
ભારતનું પ્રતિનિધિત્વ કરે મારો ગુજરાતી છે,
દેશ વિદેશમાં જેના સિક્કા પડે ગુજરાતી છે.
દરિયાનો સમૃદ્ધ કિનારે વિકાસ વાટ બની ગઈ,
નર્મદાના નીરથી લીલું છમ ગુજરાત છે.
હરિયાળી ક્રાંતિ કરી જય કિશાન ગુંજે છે,
અઝીઝ પ્રવાસન સ્થળોવાળું ગુજરાત છે.
ભાટી એન અઝીઝ
7/1/21