આખી રાત વાત કરવા વાળુ વ્યક્તિ
ખામોશ થઈ જાય તો વાંક કોનો ?
જીવનભર સાથે રહેવાનો વાયદો કરી
કોઈ જતું રહે તો વાંક કોનો ?
સાથે મળી લખી હતી પ્રેમ ની કહાની,
અંત અધૂરો રહી જાય તો વાંક કોનો ?
કોઈની રાહ જોતાં આ આંખો રાતે,
તકીયો ભીંજાવી જાય તો વાંક કોનો ?
લાગણીઓને શબ્દો માં ઢાળી તો દઈએ પણ,
એમને શબ્દો નો મોલ ના સમજાય તો વાંક કોનો ?
પ્રેમ મારો, દર્દ મારો, જુદાઈની વ્યથા મારી,
જો ખુદ પર જ બેવફાઈ નું લાંછન લાગે તો વાંક કોનો ?
ખુશ છે એ બીજા જોડે એમની જિંદગી આલિશાન છે,
એમને જોઈ મારાથી મુસ્કાઈ જાય તો વાંક કોનો ?
જેમના માટે બધું જ ભૂલવ્યું,
એજ મને ભૂલી જાય તો વાંક કોનો ?
કિસ્સો અધૂરો, રાત અધૂરી, મળવાની ચાહ પણ અધૂરી,
એવામાં કોઈનો જીવ જતો રહે તો એમાં વાંક કોનો ?
લાગણીઓ તો વેચાઈ ચાલી કોળીઓ ના ભાવમાં,
એવામાં સાચો પ્રેમ ભર બજારે નીલામ થાય તો વાંક કોનો ?
શરાબ થી હતી નફરત આજે એના પર જ નિર્ભર થયો છું,
પછી જો એમની યાદ માં થોડું વધારે પીવાય જાય તો વાંક કોનો ?