. 🔥 *અંતર*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
અંતરથી અંતર મળે,
કરે સો - સો પુકાર,
સંગે આવે નહિ સ્નેહી મિત્ર,
જ્યાં હોય કુકર્મોના હાથ.
અંતરથી પોકાર પોકાર થાય,
સંગે રહે નહિ, કાયા થાય ખોટી,
બરબાદીના રંગો ખુલતા જાય,
જ્યાં હોય અંધારાના હાથ.
મળતા રસ્તાઓ ધોખા કરતા જાય,
મળે જ્યાંથી પ્રેમ, ત્યાં નજર બગડી જાય,
સાથી ખોટી શક્તિઓના, બરબાદી કરતા થાય,
કેમ બચી શકે, જ્યાં હોય કુશક્તિના હાથ !
જીવનના અંતે પોકારું; ઈશ્વરને આજ,
શક્તિ કુશક્તી રહી, તારે તો આધીન,
કાયા જીલે નહિ ભાર, હું અંતરથી કરુ પોકાર !
બચશે કેમ નહિ જીવ, જ્યાં હોય ભગવાનના સાથ.
વિષથી ભરેલું હૃદય, છતાં મૂકી બધુને વંદન કરું,
અભિમાન ત્યાગી, હે ઈશ્વર હું અંતરથી યાદ કરું,
બરબાદી કરે કોઈ, વિશ્વાસ રાખી હું તારે શરણે રહું !
મારશે કોણ નાથ, જ્યાં હોય ખુદ ભગવાનના હાથ.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD