♥️"જ્યારે હું મારું જીવન અંધારા માં જોઉં છું,
ત્યારે મને લાગે છે કે હું એક સમુદ્ર નું વહાણ છું.
એ સમયે તું મારો ટાવર બની ,
મને શક્તિ નો સ્ત્રોત પૂરો પાડે છો."♥️
❣️"જ્યારે હું ઉદાસ અને એકલતા અનુભવું છું,
તે સમયે તું પ્રકાશ બની,
મારા જીવન ને રોશની થી ઉન્નત કરી દે છો."❣️
❤️"જ્યારે હું માર્ગ ભટકું છું,
તે સમયે તું તારી ચમક અને તેજસ્વીતા થી,
મને સાચો માર્ગ બતાવે છો."❤️
💗"હા , મારું જીવન આ સમુદ્ર જેવું જ તો છે,
હું એ સમુદ્ર નું જહાજ છું,
અને તું જ મારું લાઇટહાઉસ છો."💗
-Mehta Mansi