નકશામાં હોય ત્યાં ઘર બનતું નથી,
દિલ દરબારમાં ઘર બનતું નથી.
રેતી, કપચી, સિમેન્ટ હોય તો શું થયું,
પાણીનાં પ્રવાહ વિના ઘર બનતું નથી.
બહુમાળી ઇમારતો બનાવી તો દઉં છું,
ગગન ગોખે સુંદર મજાનું ઘર બનતું નથી.
કોલમ બીમ ભરી ચોખંડા ખાલી લાગે છે,
ઈંટોની અફલાતૂન દીવાલથી ઘર બનતું નથી.
મારું ઘર તારું ઘર ગમે ત્યાં બનાવી ને જો, !?,
અઝીઝનાં આંગણે મનભાવન ઘર બનતું નથી.
ભાટી એન અઝીઝ
4/1/20