*ઓધા જાણે રૅ ઍને તો અમે જાણીયે રૅ*
✍🏻 *ગેમલજી*
🌺🌺🌺🌺🌺🌺🌺
ઓધા જાણે રૅ એને તો અમે જાણીયે રૅ ( 2 )
વર રાધાજીનો વખાણીયે રૅ...
કંઇ જાણ્યા તા નરસિંહ નાગરે રૅ
હુંડી લખીતી કોરા કાગળે રૅ...
કંઈક જાણ્યા શગાળશા શેઠ વાણિયે રૅ
કુંવર વંધ્યો ચન્ગાવતી રાણીયે રૅ...
કંઈક જાણ્યા હરીશચંદ્ર રાજિયે રૅ
સત રાખ્યા તારામતિ રાણીએ રૅ...
મુરખ ખોટા ધરમની કહાણીયે રૅ
પત્થર નહિ ભીંજે ઉડે પાણીયે રૅ...
ગુણ ગાય ગેમલ રસ માણીએ રૅ
ગોરસ ( આનંદ ) પીધા કાનુડે વર દાણિયે રૅ...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻