આપીને ઘા પછી મીઠું ભભરાવે છે,
નજીકના ગજબ મરહમ લગાવે છે.
લયની જાણ તો જરા પણ ન લાગી,
છતાં એ મહેફિલે સરગમ વગાડે છે.
આપી શકતા નથી જે એક પાઇ પણ,
સરેઆમ એ દાનની રકમ ગણાવે છે.
બેસૂરા બનીને જીવી ગયાં અહીં હાલ,
આપી સૂચન એ હવે નઝમ લખાવે છે.
સત્ય ખાતર લડી શક્યા નથી કદી પણ,
આવીને ખોટાં એ હવે ઝખમ બતાવે છે.
"નીલ"