પ્રભુના પોતે કેવા ગુના કર્યા હશે—
અ ની તિ અ ત પા ત
અવડી શું કીધેલ અમે ?
(કે) મટે નૈ માબાપ !
સંતાપ દલનો શામળા !’
એવી કઈ બેહદ (ઉત્પાત) અનીતિ અમે કરી છે કે આ દિલનો સંતાપ મટતો નથી ?– પછી પોતે જ કબૂલે છે—
મેં મેલેલ મસમાં
(તુંને) પરમેસર પાણો,
તે દુ નો ટા ણો
નથી વીસરતો વીઠ્ઠલા !
હે પ્રભુ ! તને મેં તે દિવસ તારી છાતી (મસ)માં પથ્થર મૂકેલો તે ટાણું નથી વીસરતું. (ચારણી બોલીમાં નાન્યતર જાતિ નથી માટે ‘ટાણું’ નહિ, ‘ટાણો.’)
કર્યા હોય (તો) કે’ને
ગો પી વ રગ ના;
મા રી લે મા ધા!
સો સો જૂતી શામળા.’
મારા જે કોઈ ગુના હોય તે માટે સો સો જૂતિઓ મને મારી લે, ને પછી હે શામળા !—
ભીલડીનાં જમ્યા ભાળ્યું
જૂઠાં બોર જકે;
ઈ લ ટ કું આ ણ્યે
સેવક માથે શામળા !
શબરીના બોર જમવા–ટાણે જેવું પ્રેમનું લટકું કર્યું હતું તેવું લટકું–તેવું હેત મારા પર હવે આણો શામળા !’
ઠપકાનાં, મહેણાંના, કાકલૂદીના, લાડના, ફોસલામણીના, એવા કેટલાય ‘શામળાના દુહા’ કહી જનાર પાલરવ આ જન્મની કોઈ મુસીબતના ઉકેલનો ઉલ્લેખ તો કરતો નથી, ફક્ત મૃત્યુની પળની માવજત માગે છે—
ગાતા આવે ગાંધરવ
ટપ્પા અપસરનાં તાન;
(એવું). વીશ ધજાનું વેમાન
સામું મૂકો શામળા.’
હે શામળા ! મારી સામે વિમાન તો મોકલો, પણ અંદર ગંધર્વોનાં ગાન અને અપ્સરાઓના નાટારંભ થતા આવવા જોઈએ.
બુઢ્ઢો પાલરવ અતિ બૂઢાપે ઘેરાઈને છેવટે શું વિમાને ચડીને ચાલ્યો ગયો હશે ?
છેલ્લા ભેટેલા ’૩૯-’૪૦માં. માળખું જ રહ્યું હતું હાડકાંનું. આવીને લજવાતા બેઠા હતા બાંકડા ઉપર. જઈને ઊમળકાથી મળ્યો ત્યાં તો એક જ પલકમાં હાડકાંના માળખામાં કોણ જાણે ક્યાંયે લપાઈ રહેલો જીવ જાણે કે પોતાના જ કલેવરનું વર્ણન ટહુકી ઊઠ્યો–
બે ત્રે વીસું બરડવાં
(માંય) સો-બસો સાંધા;
માંહે પોલ માધા !
એમાં સાસ ક્યાં રે’ શામળા !
અર્થ–હે માધવ ! આ શરીરમાં ચાલીસ કે સાઠ નકૂચા છે. સો–બસો સાંધા છે. અંદર સર્વત્ર પોલું છે. તો એમાં શ્વાસ ક્યાં રહેતો હશે ? 2/3