Gujarati Quote in Religious by Rathod Jaydev

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું અને તું માનવ બનીએ

હું અને તું
આપણે કોની છીએ
માણસ તો નહીં
તારા અને મારા
હાથ પગ માથું આંખો
બધું એક જ છે તે!
આપણે જન્મ્યાં જ્યાંથી
આ જનનીની કૂખ
એક જ છે ને!
હું હિન્દુ છું
તું મુસલમાન
પરંતુ ક્યારથી?
જન્મ પછીને!
જન્મ પહેલા ?
માતાની કુખમાં
એક જ માનવ
આપણો ધર્મ ?
માનવ ધર્મ માનવ
આપણે એક જ છે ને!
મંદિરમાં રામ નથી?
મસ્જિદમાં ખુદા નથી?
રામ અને ખુદા કોણ છે?
બન્ને
એક જ ઇશ્વરને!
મારો રામ અને
તારો ખુદા
અલગ તો નથી?
ફકઁ કેટલો?
હિન્દુનો રામ
મુસલમાનો ખુદા
પછી?
રામ અને ખુદા ક્યાં છે ?
મંદિરમાં
મસ્જિદમાં
મંદિર તોડિએ તો
રામ ન મરે?
મસ્જિદ તોડિએ તો
ખુદા ન મરે?
મરે તો ઇશ્વર જ ને
શીદને
મંદિર-મસ્જિદ
તોડો છો?
આપણા એક
ઈશ્વરને
મારો છો?
પરંતુ
ઈશ્વર મરતો નથી
એ તો અમર ને
પછી
માણસને મારી
લોહી કાઢી
મારી નાંખે
શું
રામ અને રહિમને
રિઝવો છો?
હરગીઝ નહી
નહીં
નહીં
આપણે તો
એક છીએ
માણસ
માણસ
માનવ બનીએ
ઝગડા શાના?

જયદેવ રાઠોડ

Gujarati Religious by Rathod Jaydev : 111637963
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now