બે- નામ છે, દિલ ગુમનામ છે,
જાણે છે ક્યાં,કોઈ ક્યાં ઠામ છે.
શોધે સહજ પ્રકૃતિ માં ભાવથી,
પામે છે ત્યાં જો ખરેખર આમ છે.
અદ્વૈત છે દ્વેત માં, ભળતું એ,
ઝળહળ ત્યાં જો,ભીતરી ધામ છે.
ખોવાઇ ખેલે છે, રમતો જુઓ,
જાણે અ-બુધ બાળ ક્યાં હામ છે.
આનંદ સ્વપ્નો માં , રાચે અહીં,
જાગૃત ક્યાં છે મન જો બેફામ છે.
-મોહનભાઈ આનંદ