' ૨૦૨૧ ' વર્ષ નુ સ્વાગત
___________________
નથી કહેતો આવજો, નથી રાખવી મુજ ને એની કોઈ યાદ,
૨૦૨૦ નાં વર્ષ ની હતી ઘણી બધી જગત ને ફરિયાદ.
નાં કલ્પના માં વહેતી હતી, ના આવી હતી કોઈને સપના ઓ માં પણ ધાક,
ખુવારી આ વિનાશકારી વર્ષની આપી ગઈ, ભૂતકાળ નાં વિશ્વયુદ્ધ ની યાદ.
માનવી નું પ્રગતિ ના પંથે ઘણું બધું છે જ્ઞાન,બાકી ઉપરવાળા નું છે વિજ્ઞાન,
પ્રભુ ની ઈચ્છા હશે તો હરે ક્રિષ્ણા હરે રામ, બાકી બધું એ કરે છે હરી ને નામ.
' ૨૦૨૧ ' નું સ્વાગત કરીએ , આશા નાં કિરણોનો નવો દીપ પ્રકાશ,
ના આવે અંધારી રાત, રહે બધા ના જીવન માં ફરી નવો ઉજાષ.