માત્ર તારીખ જ નહીં...
તાસીર બદલાય છે.
વય સાથે વ્યક્તિ બદલાય અને
સમય સાથે સમજણ બદલાય
બારના ટકોરે દિવસ બદલાય
સાથે ઘણુંબધું બદલાય
જૂની પરિસ્થિતિ પણ બદલાય
આવ્યું નવું વર્ષ...૨૦૨૧
સાથે આવશે ખુશીઓ અનેક
જૂની પરિસ્થિતિને ભૂલી જવી છે...!!
નવા વર્ષમાં ઘણુંબધું નવું થશે..
બધું સારું જ થશે...
ઘણીબધી ખુશીઓને લઈને આવ્યું નવું વર્ષ...
તેને પ્રેમથી આવકારવુ છે..
તેને મનભરીને જીવવું છે.
મિત્રોને સગા-સંબંધીને ભેટવા છે
તેમની સાથે મનભરીને વાતો કરવી છે.
Happy New year to all....
~ જસ્મીન