બાંધ ગાંસડી ઇચ્છાઓની દરિયામાં જઈ નાખ
એ પછીથી રૂબિયા માફક દ્વાર બધાં યે વાસ !
ટોળું છે તો ટળવળવાનું કામ નથી કંઈ તારું
એકાદા અક્ષરને માટે જાગ જરા તું જાગ !
આજુબાજુ અજબગજબનું અજવાળું પણ લાધે
વળ્યો મોગરો જે દીવાને એને પહેલાં ઠાર !
જંપી જાશે જગત સરીખું જો જંપે તું જાતે
જંપ-અજંપ છે ખોટો સિક્કો રણકો હો કે છાપ !
નાનક માફક પગ લંબાવી સૂઈ રહેવું સારું
કોઈ મૌલવી પગ ફેરવશે જોતાં થાશે સાફ !
... --------ગુણવંત ઉપાધ્યાય