હયાત ભલે ના હોય હામ આપે છે,
દિલથી પ્રેમ કરવા પૈગામ આપે છે,
પડઘાતી વાતો પાછી આવે છે,
નિર્મોહી અજાતશત્રુની યાદ આપે છે,
અણબુજ બની યાદો વાગોળું છું,
નીરવ શાંતિમાં કોલાહલ આપે છે.
બેસુમાર લાગણીનો સમંદર હતો,
હવે તો ઝાંઝવાના જળ આપે છે.
વેંઢાંરવા પડે દુ:ખના દોહીલા દા'ડા,
લાગણીનાં બદલે જાકારો આપે છે.
સુષુપ્ત પડી ઝંખના રાતે રડાવે છે,
દિલબાગમાં ઉજરડાનાં ઘાવ આપે છે,
અણિયાળા પ્રશ્નો આવે વંટોળીયો બની,
હિફાજત બદલે દિલની દાસ્તાન આપે છે,
ભાટી એન "અઝીઝ"