મારી મજા હતી પ્રતીક્ષામાં;
ને તારી મજા હતી ઉપેક્ષામાં;
જીવતો રહ્યો હમેશાં હું તો,
બસ એક એ જ અપેક્ષામાં;
કે, ક્યારેક મને પાસ કરીશ,
તું હર એક તારી પરિક્ષામાં;
પણ તેં'તો આંખો બંદ કરીને,
મુલવ્યો બીજાની સમીક્ષામાં;
મેં તો કર્યો છે તને પ્રેમ તેથી,
ખુશ છું તારી હર શિક્ષામાં;
છતાં પણ તું હમેશાં રહીશ,
મારા દિલની હર આકાંક્ષામાં;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)