પ્રકાશ મેળવવો છે તારે?
તો એના માટે અંધકારને છંછેડવો પડે.
મૌન ગમે છે તને?
તો એના માટે તારે ભીડને ભાંગવી પડે.
કોઇની આંખોમાં રહેવું છે તારે?
તો એના માટે આંસુઓની ખારાશ સ્વીકારવી પડે.
મૃગજળ શોધવું છે તારે?
તો એના માટે રણની રેતીને ફેંદવી પડે...
મંઝીલ સુધી પહોંચવું છે ને તારે?
તો એના માટે ગમતા પાત્ર પાસે વિસામો લેવો પણ પડે...
હા, આગળ જ વધવું છે ને તારે?
તો એના માટે
ચાલવું પણ પડે, દોડવું પણ પડે અને ક્યારેક
અહીં, ત્યાં, બધે જ ભટકવું પણ પડે.
અટકવું પણ પડે અને કોઈકના હ્રદયમાં
સ્થાન લઇ પ્રેમી તરીકે પ્રેમ આપવો પણ
પડે અને લેવો પણ પડે.