20_20"જિંદગીની સફર"
બસ થોડી જ ક્ષણ બચી છે વર્ષનાં અંતની...
તો જીવી જાણીએ એ અંતને પણ.
બસ આ વર્ષે થોડો વધારે સમય મળ્યો હતો...
પરિવાર અને મિત્રો સાથે યાદોં વાગોળવાનો.
બસ ગામડાંના પ્રાકૃતિક સૌંદર્ય નો અનુભવ...
શહેરની હવાને પણ સમજાય ગયો છે.
બસ શીખવી દીધું આ વર્ચ્યુઅલ જિંદગી એ...
પરિસ્થિતિ બદલાય તો પણ ટકી રહેતાં શીખો.
બસ આ સમયે પણ શીખવી દીધું કે...
સમય અને સ્થિતિ સાથે બદલતાં રહો.
બસ ખાલી વર્ષ જ બદલાય છે....
અને અનુભવ અને યાદોંની તો નોંધ થતી રહે છે...
🌼✨💫
-BM