ભાઈબંધી
મળશે ચોક્કસ તને મિત્રો હજાર, પણ મુજ જેવો નહિ મળે, કષ્ટ ને કુંદન બનાવનારો, તને હમરાહી નહિ મળે.... (૧)
તું કરી લે પ્રયાસ, લોકો છે અહિં ભાતભાતના, મળશે તકવાદીઓ હજુ ઝાઝાં, પણ સમયને સાચવનારો હિર નહિ મળે.... (૨)
છે અહિં બનાવટી ચહેરાઓ અનેક, સાચું હદય નહિ મળે, વાકચાતુરય થી સાધશે સવાથઁ, પણ સાચું કહેનારો નહિ મળે.... (૩)
કરશે મીઠી વાતો વિશ્વાસુ બનીને,શૂળ બનીને ખટકશે હરઘડી, તકલીફ માં ઉગારનારો તને, સાચો સાથી નહિ મળે.... (૪)
કરું છું હું રોજ ઈશ્વર ને પ્રાથના, કે તને કોઇ મુશકેલી ના પડે, મળે ખુશીઓ અનેરી હર ક્ષણે જીવનમાં, એક આંસુ પણ આંખો માંથી ના ખરે.... (૫) brij
-Dr. Brijesh Mungra