લાગણીમાં માગણીનાં હોય તમે તો સમજો છો 🌸
પછી હુકુમત તમારી હોય તમે તો સમજો છો 🌸
દૂધ સાકરમાં ભેળવી મીઠાઈ મેં બનાવી છે,
રસ માધુરી મજાની હોય તમે તો સમજો છો 🌸
શબ્દની તાકાત પાસે હું લાચાર બની જાવ છું,
તેમાં ઇશ્ક ઈબાદત હોય તમે તો સમજો છો 🌸
ભાગ્યની રેખા હું જાતે હાથ પર દોરું છું,
ધ્રુવ તારો પૂનમ ચાંદે હોય તમે તો સમજો છો 🌸
વેદનાનું વલોપાત થાય તો મલમ લગાવજો,
જિંદગીમાં સુખ દુઃખ હોય તમે તો સમજો છો 🌸
ચંચળ મનને રોકવા હું અથાગ પ્રયત્ન કરું છું,
મજેદાર પ્રેમની મજા હોય તમે તો સમજો છો 🌸
સુંદરતાને સ્માર્ટનેસ મારામાં ભલે હોય,
અઝીઝ તન મનથી તૃપ્ત હોય તમે તો સમજો છો 🌸
ભાટી એન અઝીઝ
29/12/20