તારી મારી દોસ્તી નોબીતા અને ડોરેમોન જેવી બનાવવા માંગુ છું,
જો તું તારક બને તો હું જેઠાલાલ બનવા માંગુ છું.
આ દોસ્તી જો એક મહેફિલ હોય તો,
તે દરેક મહેફિલ નો નશો બનવા માંગુ છું.
તારી મારી દોસ્તી ટોમ અને જેરી જેવી બનાવવા માંગુ છું,
થોડુક લડવા તો થોડુક જગાડવા માંગુ છું.
તારી દરેક જીત નો હિસ્સો બનવા માંગુ છું,
અને તારી દરેક ક્ષણ નો કિસ્સો બનવા માંગુ છું.
તારા દરેક જખમ નો મલમ બનવા માંગુ છું,
જો તું કાગળ બને તો હું કલમ બનવા માંગુ છું.
હું તો બસ દરેક જીવન માં તારી દોસ્તી માંગુ છું,
અને તે દરેક દોસ્તી માં તારું જીવન બનવા માંગુ છું.
-Mehta Mansi