કળકળતી ઠંડીમાં કાળજું થરથર થાય છે,
તોય તને મળવા મનડું હરખ પદૂડુ થાય છે.
હિમાલયની હાટડીએ ડોલી લઈને આવીશ,
શિવ શંકરનાં દર્શન કરવા થનગનાટ થાય છે.
ઠંડીનું મોજું દિલ ચીરી રકતમાં ભળી ગયું,
દિલ દીવડાને પ્રગટાવા ઓજસ્વિતા થાય છે.
ભીતરની અભિવ્યક્તિ કરી મનની વાત કરું,
પ્રેમ ઉધાનમાં ગુલાબની ખુશ્બુ મખમલી થાય છે.
કવિતાને અજર અમર રાખવા શબ્દોને શિવુ છું,
અઝીઝનાં કેન્વાસમાં સપ્તરંગી મેઘધનુષ થાય છે.
ભાટી એન અઝીઝ
28/12/20