શબ્દ ને પાંખો ફૂટે , કદાચિત એવું બને ,
મૌનની તસ્વીર રૂઠે, કદાચિત એવું બને ,
સ્પંદનો પ્રેમ સ્વરૂપ ,અદ્શ્ય પણ ક્યારેક,
જો હયાત માંહી ફુટે, કદાચિત એવું બને ,
શબ્દોના ઢોલમાં, પોલ જો પોકળ નથી,
શૂન્ય માંહી લય તૂટે, કદાચિત એવું બને ,
વેદના સંવેદના કાર્ય કારણે પ્રકૃતિ મહીં તો,
પ્રેમ માં ત્યાગ થી ઝુકે, કદાચિત એવું બને ,
રસીલા રંગ સ્વરૂપ છે, મન મોહન માધવ,
ભક્તિથી શક્તિ સ્ફુરે, કદાચિત એવું બને ,
-મોહનભાઈ આનંદ