માણસ તારી વાત અલગ છે,
એમાં મારી નાત અલગ છે.
વાચા દીધી એને પૂછો,
મૂંગાની પણ જાત અલગ છે.
વાત નથી એક પટોળાની,
ઘrચોળાની ભાત અલગ છે.
સંતાન પડ્યા 'માં 'થી છુટ્ટા,
બંનેના આઘાત અલગ છે.
ભૂખ્યા-તરસ્યા બેઠા છીએ,
બીજા 'દી ની રાત અલગ છે.
શોખીન હતા રંગોળીના,
દોસ્તીની તો ભાત અલગ છે.
નીતા પટેલ 'નવલ'