આજે મળેલ ઘણાં બધાં અલગ અલગ મેસેજ જોઈને વિચાર આવ્યો કે,,,,,,,,,,,,,,
આજે મનાવે નાતાલ કોઈ,
તો કોઈ મનાવે ગીતા જયંતિ,
કોઈ મનાવે new year તો
કોઈ મનાવે નૂતન વર્ષ,
કોઈ ઉજવે નવરાત્રિ તો
કોઈ મનાવે ઈદ.
કોઈ જાય ગુરુદ્વારા તો
કોઈ આતશ બહેરામ.
ખબર નથી પડતી આ ધર્મોના ચક્કરમાં,
ક્યારે મનાવશે માનવતાનો તહેવાર?
પોતાનો ધર્મ તો સૌ કોઈ મનાવે,
ક્યારે મનાવશે માનવ ધર્મ?
🙏
- સ્નેહલ જાની